વેદ પ્રતાપ વૈદિક અને હાફીઝ સઈદ વચ્ચે થયેલો ટેલીફોનીક સંવાદ

અત્યારે પત્રકાર વેદ પ્રતાપ વૈદિકની પાકિસ્તાનમાં હાફીઝ સઈદ સાથે થયેલી રહસ્યમયી મુલાકાતનો વિવાદ ખુબ ચાલી રહ્યો છે. અમે અહિયાં આ વિવાદ છેડાયા પછી હાફીઝ સઈદ અને વેદ પ્રતાપ વૈદિક વચ્ચે થયેલો (કાલ્પનિક) ટેલીફોનીક સંવાદ ખાસ આપનાં માટે લાવી રહ્યાં છીએ.

વેદ પ્રતાપ વૈદિક: અસ્સલામ વાલેકુમ હાફીઝ સાહેબ

હાફીઝ સઈદ: જે સી ક્રસ્ણ

વૈદિક: હેં જે સી ક્રસ્ણ?

હાફીઝ: આ બ્લોગ ગુજરાતીમાં છે ને એટલે નહી તો જય શ્રી રામ કહેત.

વૈદિક: હા હા હા એ સાચું કીધું હોં? તમારી સેન્સ ઓફ હ્યુમર કેટલી ઉંચી છે એ તો હું આપને મળ્યો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો.

હાફીઝ: માશાલ્લાહ, તમે કામ કે આદમી છો વૈદિક મિયાં, બાકી તો લોકો મારી સેન્સ ઓફ હ્યુમર ને સમજતાં જ નથી.

વૈદિક: કેમ એમ?

હાફીઝ: અરે ઘણીવાર મેં અમારાં આદમીઓને હસાવવા ઇન્ડીયામાં બે-ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરાવ્યાં તો તમારાં  લોકોએ અમરિકા સાથે મળીને એને સીરીયસલી લઈને મને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બનાવી દીધો બોલો!

વૈદિક: હા હા હા શું યાર તમેય? પણ હવે આ લોકો મને પણ ફસાવી રહ્યાં છે.

હાફીઝ: તે ફસાવે જ ને? તમે જ્યારથી મને મળ્યાં છો ત્યારથી કપડાં પણ બદલ્યાં નથી, તો એકના એક કપડાં માંથી વાસ આવતી હશે એટલે લોકો તમને ત્રાસવાદી જ ગણે ને?

વૈદિક: એક નાં એક કપડાં?

હાફીઝ: હા આ એકની એક લાલ બંડી પહેરી રાખી છે તમે, તે દિવસે મને મળવા આવ્યાં ત્યારે પણ આજ બંડી પહેરી હતી અને આજકાલ ઇન્ડીયાની દરેક ચેનલો પર એજ બંડી પહેરીને બોલો છો!

વૈદિક: અરે…મારી પાસે આવી સાત બંડીઓ છે, રોજ જુદી જુદી પહેરું છું.

હાફીઝ: સંડે નાં દિવસે પણ?

વૈદિક: હા હા હા, જો ફરીથી તમારી સેન્સ ઓફ હ્યુમરે દેખા દીધી હં કે?

હાફીઝ: બાકી આ ચેનલોવાળા તમારું લોહી પી ગયાં છે નહી? હું તો રોજ જોવું છું.

વૈદિક: હા જુવોને? મેં કેટલું કીધું કે હું એક પત્રકાર તરીકે ગયો હતો અને મને હક્ક છે એવું કરવાનો તો પણ જુવો ને, નથી માનતા.

હાફીઝ: તે ન જ માને ને? મેં તમને કીધું હતું ને કે એટલીસ્ટ પેલા ટેબલ પર એક પેન અને પેડ તો મુકો પણ તમારે તો અલ્લાહ જાણે કેમ મારી સાથે ફોટા પડાવવાની ઉતાવળ હતી.

વૈદિક: હા પણ મારી આખી બેગ તમારી અંધારી ગલીને નાકે તમારાં અંગરક્ષકોએ લઇ લીધી હતી.

હાફીઝ: પણ મારી પાસે તો ઘણી પેન અને કેટલાંય રાઈટીંગ પેડ્સ પડ્યા છે, હું ના પાડું છું કે અમે બધાં કાળા અક્ષર ભેંસ બરોબર છીએ તોય બંદુકોની સાથેસાથે ચીનાઓ મોકલે જ રાખે છે.

વૈદિક: ચાલો જવા દયો આલોકોને તો હું સંભાળી લઈશ. તમે બોલો શું ચાલે છે આજકાલ?

હાફીઝ: કુછ ખાસ નહી, પણ સાંભળ્યું છે કે તમે આર.એસ.એસ નાં માણસ છો?

વૈદિક: તમે બી શું યાર? એવું હોત તો મારી બંડી લાલ કલરની હોત? કેસરી હોત ભાઈ!

હાફીઝ: ઓ હો તો તમે સામ્યવાદી છો એમ ને?

વૈદિક: હેં?

હાફીઝ: હવે તો તમારી સામે તાલીબાનો પડે તો નવાઈ નહી!

વૈદિક: હેં?

હાફીઝ: અરે શું હેં? તાલીબાનો એ તમારાં સામ્યવાદી રશિયા ની ફેફડી ફેં કરી નાખી હતી.

વૈદિક: અરે હાફીઝભાઈ તમેય શું યાર, હું કોઈ સામ્યવાદી બામ્યવાદી નથી યાર.

હાફીઝ: તો પછી આ લાલ બંડી કેમ પહેરી રાખો છો?

વૈદિક: અરે એ તો વર્ષો પહેલાં એક મેરેજમાં ગયો હતો ત્યારે મારી ઓરીજીનલ બંડી નહોતી મળતી એટલે મારાં સાળાની બંડી માંગી ને પહેરી હતી, આમતો બહુ ટાઈટ પડી હતી પણ બીજો કોઈ ઓપ્શન નહોતો. એ લાલ કલરની હતી અને ત્યાં હાજર રહેલી તમામ મહિલાઓએ  કીધું કે વૈદિક સાહેબ લાલ કલરમાં જામો છો હોં? બસ ત્યારથી જ આ લાલ બંડી પહેરવાનું ચાલુ કરી દીધું.

હાફીઝ: અચ્છા તો તમારો સાળો સામ્યવાદી છે એમને?

વૈદિક: અરે મિયાંજી તમારી પીન કેમ આ સામ્યવાદીઓ પર ચોંટી ગઈ છે? છોડોને હવે?

હાફીઝ: જેવી રીતે તમને છોડી દીધાં હેં ને?

વૈદિક: હેં? એટલે?

હાફીઝ: હાસ્તો વળી, તમે મને નહોતું પૂછ્યું કે તમારે કેટલી બીવીઓ છે? પછી મને ગુસ્સો નહોતો આવ્યો?

વૈદિક: અરે હા, સોરી હોં આ તો મને જરાક કુતુહુલ થયું એટલે બાકી મારો કોઈ એવો ઈરાદો નહોતો.

હાફીઝ: અને હોત તો પણ શું? આ કન્ટ્રોવર્સી તો ના થઇ હોત ને?

વૈદિક: હેં? એટલે?

હાફીઝ: એટલે એમ કે તમારો જો જેવો તેવો ઈરાદો હોત તો તમને ક્યાંય દફનાવી દીધાં હોત અને કોઈને ખબર જ ના પડત.

વૈદિક: હા એ બરોબર. બાકી એક સવાલ પૂછવાનો રહી ગયો હતો હોં કે?

હાફીઝ: એક કલાક આખો મારી પાસે બેઠાં તોય સવાલ રહી ગયો?

વૈદિક: હા, સોરી, પણ પૂછું?

હાફીઝ: પૂછને ભઈલા હવે તો આપ સેફ છો, ઇન્ડીયામાં.

વૈદિક: આ તમારાં રૂમમાં ગાદલા ને સાવ આમ પ્લાસ્ટીકની ખુરશીઓ કેમ છે? આવડા મોટાં માણસ થઈને થોડુંક પોશ ફર્નીચર તો મુકવું હતું?

હાફીઝ: અરે નથી પોસાતું યાર!

વૈદિક: હેં? કેમ? આટઆટલી મદરેસાઓ ચલાવો છો તો એની ઇન્કમમાંથી થોડુંક ઘર માટે તો ખર્ચો?

હાફીઝ: અરે એમાંથી જે આવક થાય છે એ બધી બોમ્બ બનાવવામાં અને એને ફોડવામાં અને આતંકવાદીઓને જમાડવામાં અને સાચવવામાં જતી રહે છે.

વૈદિક: ઓહ! આ તો બહુ ખરાબ કહેવાય હોં કે?

હાફીઝ: શું કરીએ આ પણ એક જાતની પર્સનલ જેહાદ જ છે ભાઈ!

વૈદિક: અરે હાફીઝભાઈ આ તમને ફોન કરવાનું કારણ કહેવાનું તો રહી જ ગયું.

હાફીઝ: હા હું પણ એ જ પૂછવાનો હતો કે આ તમે પંદર મિનિટથી મંડાણા છો તો ફોન શુંકામ કર્યો એ તો કો?

વૈદિક: આ પરમદિવસે હું પેલાં અર્નબ નાં પ્રોગ્રામમાં ગયો હતો.

હાફીઝ: હા પેલો કોઈને બોલવા નથી દેતો ઈ ને?

વૈદિક: હા, એ જ. કાલે એનો ફોન આવ્યો હતો, અને મને કે કે વેદભાઈ, હાફીઝ ભાઈ સાથે મારું પણ સેટિંગ કરી આપો ને?

હાફીઝ: મારી સાથે શેનું શેનું સેટિંગ? વિરોધી ચેનલમાં બોમ્બ ફોડવાના છે કે શું? ફિફ્ટી પર્સન્ટ એડવાન્સ લઈશ હોં? હવાલા એજન્ટનું નામ અને એડ્રેસ હમણાં વ્હોટ્સ એપ્પ પર મોકલું.

વૈદિક: અરે ના..ના..ના તમે સમજ્યા નહી, એને એની ચેનલના ટી.આર.પી વધારવા છે અને એને માટે તમારો ઇન્ટરવ્યુ જોઈએ છીએ, તો અર્નબને તમે ક્યારની અપોઈન્ટમેન્ટ આપો છો?

હાફીઝ: લાહોલ બીલાકુવ્વત!

વૈદિક: શું થયું હાફીઝ ભાઈ? હલ્લો!! હલ્લો!! હલ્લો!! હાફીઝભાઈ…હલ્લો!! આર યુ ધેર?? હલ્લો??

====

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *